"કોઈ માણસ જન્મથી ગુનેગાર નથી હોતો. દરેક માણસને સારા થવું ગમે છે. સમાજ અને સંજોગો એને ગુનાહિત વૃત્તિઓ તરફ દોરી જાય છે. ડોન કે માફિયા કહી શકીએ એવા એક માણસે દિલ ફાડીને જે વાત કરેલી એ વાત એટલે આ નવલકથા. જ્યારે દશેય દિશાઓના દરવાજા દેવાઈ જાય ત્યારે માણસ ક્યાં જાય? એણે કોઈક અગિયારમી દિશા જ શોધવી પડે. આ નવલકથા 'ચિત્રલેખા' સાપ્તાહિકમાં પ્રગટ થઈ ચૂકી છે."