ઈતિહાસની પરતો પાછળ એવા ઘણાં રહસ્યો છૂપાયેલા છે જે ક્યારેય ઉજાગર થયા નથી. સમય જતાં એ વાતોને, એ કહાનીઓને, એ પાત્રોને એવી રીતે ભૂલાવી દેવામાં આવ્યાં છે જાણે આ વિશ્વમાં ક્યારેય તેમનું કોઈ અસ્તિત્વ જ નહોતું. 'અર્ધ અસત્ય' નવલકથાનું મધ્યબિંદુ પણ એવી જ એક ઘટના છે. રાજકુમાર અનંતસિંહ અમેરિકાથી છૂટ્ટીઓ વિતાવવા પોતાના પૈતૃક રાજ્ય રાજગઢમાં આવે છે. અચાનક તેની નજર હવેલીની દિવાલે લટકતા તેના દાદાનાં તૈલચિત્ર ઉપર સ્થિર થાય છે. તેના દાદા વર્ષો પહેલા ક્યાંક ગૂમ થઈ ગયા હતા. ક્યાં...? એ કોઈ નહોતું જાણતું. તેની જિજ્ઞાષા સળવળી ઉઠે છે અને તે દાદાની ખોજમાં જોતરાય છે. બરાબર એ અરસામાં જ તેનો એક મિત્ર... જે હવે એક સસ્પેન્ડેડ પોલિસ અફસર છે તે રાજગઢ આવી ચઢે છે. અનંત તેને આ કામ સોંપે છે. અને... પછી શરૂ થાય છે રહસ્યમય, દિલઘડક, હૈરતઅંગેજ ઘટનાઓનો સિલસિલો. જેમાં સમગ્ર રાજગઢની નિંવ હલી જાય છે.
Raaisel- en spanningsverhale