"દુનિયાનાં પાંચ મહાસાગરોમાં હિંદ મહાસાગર નાનામાં નાનો છે છતાં સાપના। કણા જેવો છે. વહાણવટ માટેભયંકર છે ,એના રુખ રોજ પલટાય છે. એના દક્ષિણ ભાગને તો 'ખગરાસ' -વહાણોના કબ્રસ્તાન તરીકે આજે પણ ઓળખવામાં આવે છે. એના પેટાળમાં જેમ વડવાનલ છે તેમકોઇવાર એની સપાટી પર નીલા તેજની જ્વાલાઓ રમે છે. આવા દરિયાકાંઠે જુકાર કલાલનું પીઠું. શરીરે કદાવર અને નઠોર .એનો તાપ અને મિજાજ ,એની ક્રૂરતા સારા પંથકમાં મશહૂર .એક દિવસ એની દુકાને ખલાસીઓ, નાખુદાઓની ભીડ જામી છે. અને ત્યાં આવે છે માલદે ,બચુ ખારવાને શોધતો..એના હૈયામાં મલક આખાનું ઝેર ભર્યું છે બચુ સામે . એ જેને ઉપાડી ગયો એ માલદેની દીકરી હતી . કેટકેટલી રઝળપાટ પછી બચુ અને એની પૂત્રીનો ભેટો થાય છે ત્યારે ..... શૌર્ય અને સાહસની, પ્રિતૃપ્રેમ અને સમર્પણની હદયસ્પર્શી કથા અણધાર્યા અંત ભણી વાંચકને લઇ જાય છે."