ગોદાન' પ્રેમચંદની સર્વોત્તમ કૃતિ છે, જેમાં એમણે ગામ અને શહેરની બે કથાઓનું યથાર્થ રૃપ અને સંતુલિત મિશ્રણ પ્રસ્તુત કર્યું છે. 'ગોદાન' હોરીની વાર્તા છે. એ હોરીની, જે જીવનભર મહેનત કરે છે, અનેક કષ્ટ સહન કરે છે, ફક્ત આથી કે એની મર્યાદાની રક્ષા થઈ શકે અને આથી તે બીજાઓને પ્રસન્ન રાખવાનો પ્રયત્ન પણ કરે છે, પરંતુ એને એનું ફળ નથી મળતું, છતાં પણ પોતાની મર્યાદા નથી બચાવી શકતો. અંતે, તે તપ-તપના પોતાના જીવનને જ હોમ કરી દે છે. આ ફક્ત હોરીની જ નહીં, પરંતુ એ કાળના દરેક ભારતીય ખેડૂતની આત્મકથા છે. એની સાથે જ જોડાયેલી છે શહેરની પ્રાસંગિક વાર્તા, બંને કથાઓનું સંગઠન એટલી કુશળતાથી થયું છે કે, એમાં પ્રવાહ આદ્યોપાંત જળવાઈ રહે છે. પ્રેમચંદની કલમની આ જ વિશેષતા છે.