"સાઠ, સિત્તેર કે એંસી વર્ષના માણસના જીવનમાં અનેક અકલ્પનીય ચડાવઉતાર આવે છે.આપણે સદૈવ સુખ શોધતા હોઈએ છીએ પણ આપણે જેને સુખ માનતા હોઈએ છીએ એને જ બીજું કોઈક દુઃખ પણ માનતું હોય છે. સમય બદલાય એમ સુખ અને દુઃખની વિભાવના બદલાતી હોય છે. જીંદગીનો અર્થ સમજવા નીકળેલો એક યુવાન સંસાર અને સંન્યાસ એમ બંને ગતિવિધિઓમાંથી પસાર થતા વર્ષો પછી જે સત્ય સમજે છે એ આટલું જ છે - સમય ક્યારેય કોઈનીય નોંધ લેતો નથી. સમયના વિસ્તારની આ નવલકથા એક નવતર અનુભવની જ વાત કરે છે. આ નવલકથા 'મુંબઈ સમાચાર'માં ધારાવાહિક રૂપે પ્રગટ થઈ ચૂકી હતી."