વોટસ ફ્રેન્ડશિપ ? વી નીડ ફ્રેન્ડસ ટુ કમ્ફર્ટ અસ વ્હેન આર સેડ, એન્ડ ટુ હેવ ફન વિથ અસ વ્હેન વી આર ગ્લેડ ! ગમ-ખુશી, તડકો-છાંયડો.... એ બધુ તો કોઈ પણ માણસની જીંદગીમાં આવવાનું જ. દિલગીરીમાં દિલાસો આપે, ભરોસો આપે એ દોસ્ત અને મોજની ખોજમાં હમદમ, હમસફર બને એ દોસ્ત, જ્યાં સુધી જગતમાં સુખ અને દુઃખ રહેશે, ત્યાં સુધી મિત્રોની મહોબ્બત રહેશે. 21મી સદીમાં ફ્રેન્ડસ બન્યા વિના તો ફિયાન્સ (મંગેતર) બનવું પણ દિલચશ્પ નથી હોતું. સપ્તપદીના સાત પગલાં પણ સખ્યભાવ માટેના છે ! યુગલત્વમાં પણ જોઈએ યારી ઝિંદાબાદ !