આ એક ઐતિહાસિક પુસ્તક છે. આ બુકમાં અરબોએ સિંધ ઉંપર આક્રમણ કર્યું તેનો ઇતિહાસ છે. ઈસવીસન 711 માં પહેલું મુસ્લિમ આક્રમણ અરબો દ્વારા થયું હતું. આ અરબોએ રાજા દાહિર (દાહર, દહર) ને મારીને સિંધ કબજે કર્યું. એ પછી તે લોકોએ રાજાઓના પત્રો કબજે કર્યા અને તેનું અરબીમાં ભાષાંતર કર્યું. અને એ ભાષાંતર ફારસીમાં પણ કર્યું. અને તે પત્રો અને તે સમયે બનેલો ઇતિહાસ તવારીખે અલ હિંદવા અલ સિંધ નામની બુકમાં લખેલો. આ બુક 8 મી સદીમાં લખાયેલી પછી તેનું 13 મી સદીમાં તેનું ભાષાંતર ફારસીમાં થયું. અને 18-19 મી સદીમાં અલગ અલગ લોકોએ અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. પરંતુ આ બુક ખાલી ભાષાંતર નથી પણ સાથે સાથે એનાલિસિસ પણ છે. જે આપને ઇતિહાસ સમજવામાં મદદરૂપ થશે. આ બુકનો ઉપયોગ આપ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ કરી શકશો. જે લોકોને સિંધોલોજી નામના વિષયમાં રસ હોય તેને માટે આ બુક ઘણી કામ આવશે.