Chalo Abhigam Badalie

· Gurjar Prakashan
४.८
२४ परीक्षण
ई-पुस्तक
152
पेज
पात्र
रेटिंग आणि परीक्षणे यांची पडताळणी केलेली नाही  अधिक जाणून घ्या

या ई-पुस्तकाविषयी

જુદાજુદા વિષય ઉપરનાં જુદાજુદા સ્થળે થયેલાં મારાં નવ પ્રવચનોનું સંકલન તથા સંપાદન કરીને આપ સૌના સમક્ષ પુસ્તકના રૂપમાં મૂકતાં ઈશ્વરકૃપાનો અનુભવ કરું છું. આ નવ પ્રવચનો વિશે મારે કશું કહેવાનું નથી. આપે જ યોગ્ય લાગે તે કહેવાનું તથા કરવાનું છે. મેં મારી દૃષ્ટિ તથા વિચારો મૂક્યા છે. આપ તેને કેટલા અંશમાં સ્વીકારો છો તે આપને જોવાનું છે. હું શું ઇચ્છું છું?— 1. હિન્દુ પ્રજા સરળ, સહજ અને સમાનતાવાળા ધર્મ તરફ વળે. 2. પ્રાચીન કાળની ભ્રાન્ત માન્યતાઓ તથા કુરૂઢિઓથી હિન્દુ પ્રજા જાગે અને મુક્ત થાય. 3. હિન્દુ પ્રજા શુદ્ધ ઉપાસક બને. અનેક પ્રકારની સામગ્રીઓ તથા વિધિઓથી મુક્ત થઈને સરળ ઉપાસના-પદ્ધતિથી પોતાના ઇષ્ટદેવની સાચી ઉપાસના કરતી થાય. અવ્યવસ્થાથી અને અનિશ્ચિતતાથી પણ છૂટે અને દૃઢ રીતે એક-પરમાત્માની ઉપાસના કરે. 4. વિધર્મીઓની વધતી જતી શક્તિ અને પોતાની ઘટતી જતી શક્તિનું તેને વાસ્તવિક ભાન થાય. ભવિષ્યનાં ભયંકર પરિણામોનો તેને ભય લાગે અને અંધકારમય ભવિષ્યને રોકવા તે પડકારોને ઝીલી લે, હિમ્મતવાળી બને તથા વિધર્મીઓને ભાંડવાની જગ્યાએ તેમની શક્તિઓનાં કારણો તપાસે. જે સ્વીકારવા જેવું હોય તે સ્વીકારે અને પોતાની દુર્બળતાનાં કારણોને પણ તપાસે. ધર્મ અને સંસ્કૃતિના મોહક નામે તે ડુબાડનારાં તત્ત્વો સાથે રાગ ન કરે પણ કઠોરતાથી તેને દૂર કરે. 5. ધર્મ તથા ધાર્મિક વિચારોનો પ્રભાવ રાષ્ટ્રીય લક્ષ્યો ઉપર પડે જ છે. જો હિન્દુ પ્રજા સદીઓથી રાષ્ટ્રીય લક્ષ્યો મેળવી ન શકતી હોય તો તેમાં તેનો ધર્મ તથા ધાર્મિક વિચારો કારણ છે. ખાસ કરીને વર્ણવ્યવસ્થાથી પ્રજાની છિન્નભિન્નતા તથા ઇચ્છાહીન સ્થિતિને આધ્યાત્મિક ઉચ્ચતા માનનારી ફિલસૂફી તેમાં મુખ્ય કારણ છે. આ બન્નેથી પ્રજા વહેલી તકે છૂટે.

रेटिंग आणि पुनरावलोकने

४.८
२४ परीक्षणे

लेखकाविषयी

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી। તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

या ई-पुस्तकला रेटिंग द्या

तुम्हाला काय वाटते ते आम्हाला सांगा.

वाचन माहिती

स्मार्टफोन आणि टॅबलेट
Android आणि iPad/iPhone साठी Google Play बुक अ‍ॅप इंस्‍टॉल करा. हे तुमच्‍या खात्‍याने आपोआप सिंक होते आणि तुम्‍ही जेथे कुठे असाल तेथून तुम्‍हाला ऑनलाइन किंवा ऑफलाइन वाचण्‍याची अनुमती देते.
लॅपटॉप आणि कॉंप्युटर
तुम्ही तुमच्या काँप्युटरचा वेब ब्राउझर वापरून Google Play वर खरेदी केलेली ऑडिओबुक ऐकू शकता.
ईवाचक आणि इतर डिव्हाइसेस
Kobo eReaders सारख्या ई-इंक डिव्‍हाइसवर वाचण्‍यासाठी, तुम्ही एखादी फाइल डाउनलोड करून ती तुमच्‍या डिव्‍हाइसवर ट्रान्सफर करणे आवश्यक आहे. सपोर्ट असलेल्या eReaders वर फाइल ट्रान्सफर करण्यासाठी, मदत केंद्र मधील तपशीलवार सूचना फॉलो करा.