VAIDIK SHODASH SANSKAR RAHASY (વૈદિક ષોડશ સંસ્કાર રહસ્ય )

· DEVVALLABH SWAMI +91 7284962128
4.6
5 reviews
Ebook
82
Pages
Ratings and reviews aren’t verified  Learn More

About this ebook

     એક પથ્થરનુ કોઇ મૂલ્ય નથી. પરંતુ તેના ઉપર શિલ્પી ઘાટ ઘડે પછી તે પથ્થર મૂર્તિ બનીને પૂજાય છે. અમૂલ્ય બને છે.અણઘડ લાકડુ ક્યાં અને તેમાંથી બનાવેલ કલાત્મક ફર્નિચર ક્યાં ? તેવું જ સંસ્કારની બાબતમાં છે.

       માનવ એટલે હરતો ફરતો એક જીવંત માટીનો પીંડ. આ માટીના પીંડમાંથી મહામાનવ બનાવવાનુ કામ સંસ્કાર કરે છે. હિંદુ ધર્મની વિશ્વને જો કોઇ મહામૂલી દેન હોય તો તે સંસ્કારો છે. માતાના ગર્ભમાં ચૈતન્યના બીજારોપણથી માંડીને પંચભૂતનો પીંડ છોડીને ચૈતન્ય ચાલ્યુ જાય ત્યાં સુધી તેને ઘડવાની, મઠારવાની જે પ્રક્રિયા તે સંસ્કાર. ષોડશ સંસ્કાર એ ઋષિ મુનિઓના ઊંડા ચિંતન મનનનો પરિપાક છે.

       કપડુ મેલુ થાય ત્યારે તેને ધોવું પડે છે. તેનાથી તેના પર લાગેલા મેલના થર દૂર થાય છે. ધોયેલુ કપડુ આપણને જોવુંને પહેરવું ગમે છે. આવું જ આત્માની બાબતમાં છે. જન્મજન્માંતરની યાત્રાએ નીકળેલા ચૈતન્ય ઉપર વાસના, કર્મમલના થર બાજી ગયેલા છે. તેને સાફ કરીને શાશ્વત આનંદનો ભોકતા બનાવવાનુ કામ સંસ્કારો કરે છે.

       હિંદુ ધર્મના મોટાભાગના ક્રિયાકાંડો પાછળ વૈજ્ઞાનિક તથ્યો છૂપાયેલા છે. જેમ જેમ તેને જાણતા જઇએ તેમ તેમ આશ્ચર્ય અને આનંદમાં અભિવૃદ્ધિ થતી જાય છે. સાકરને અંધારામાં ખાઇએ કે અજવાળે, છતા તે ગળી જ લાગે. તેવું આ ક્રિયાકલાપોનુ છે. તેને સમજીને કરીએ કે સમજ્યા વગર કરીએ છતા તેનાથી ફળપ્રાપ્તિ જરુર થાય છે.

       અત્રે હિંદુધર્મના ષોડશ (સોળ) સંસ્કારો પાછળના રહસ્યને ઉજાગર કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. તેમાં ક્યાંય ક્ષતિ લાગે તે ક્ષમ્ય ગણજો અને સારુ લાગે તે સ્વીકારજો.

        સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની કૃપા અને અમારા ગુરુવર્ય પૂ.શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદદાસજીની શુભાશિષથી અમારુ સાહિત્ય સેવાનુ કાર્ય ચાલે છે.

       લેખન પ્રકાશનમાં મદદરુપ થનાર નામી અનામી સૌ કોઇનો આભાર. શ્રીજી મહારાજ સૌનુ મંગળ કરે એજ શુભકામના સહ.....


લી. શાસ્ત્રી દેવવલ્લભદાસના જય સ્વામિનારાયણ

Ratings and reviews

4.6
5 reviews
Jignasa Trivedi
September 24, 2019
Its a very good book
Did you find this helpful?
Janki Parekh
March 30, 2021
Awesome
1 person found this review helpful
Did you find this helpful?

About the author

જય શ્રી સ્વામિનારાયણ

      સોરઠ ની ધીંગીધરા સતી, શૂરા અને સંતની ખાણ છે. સદ્. શ્રી ગુણાતીતાનંદસ્વામીની શિષ્ય પરંપરા માં સદ્. શ્રી બાલમુકુન્દદાસજીસ્વામી,સદ્. શ્રી નારાયણદાસજીસ્વામી,સદ્. શ્રી માધવદાસજી સ્વામી અને તેમના શિષ્ય સદ્. શ્રી ધર્મપ્રસાદદાસજી સ્વામી ના અનન્ય સેવક એટલે વિદ્વત્વર્ય શાસ્ત્રી શ્રી દેવવલ્લભદાસજી સ્વામી – ગુરુકુળખાંભા. પૂજ્ય સ્વામીશ્રી નો જન્મ તા.૧-૬-૧૯૬૨ ના સૌરાષ્ટ્રના મોટા આંકડીયા ગામે થયો હતો. બાળપણથી જ સત્સંગ નો વારસો સ્વામીશ્રી ને મળ્યો હતો. પૂજ્ય સ્વામીશ્રીએગુજરાત યુનિવર્સીટીથીબી.એ. અંગ્રેજી માધ્યમ થી કર્યું હતું. ત્યારબાદ એમ.એ. ફિલોસોફી થી કર્યું. ત્યારબાદ પુનઃ એમ.એ. સંસ્કૃત માધ્યમ થી કર્યું. તેમજ બી.એડ. પણ સંસ્કૃત થી કર્યું. “ભારતીય ઈશ્વરવાદ” વિષય પર મહાનિબંધ લખીને વર્ષ ૧૯૯૧ માં ગુજરાત યુનિવર્સિટી થી પી.એચ.ડી. કરીને સ્વામિનારાયણ સંપ્રદાય નું ગૌરવ વધાર્યું. સાથો સાથ ભારતીય વિદ્યાભવન મુંબઈ થી રામાનુજવેદાંતાચાર્યની પદવી પ્રાપ્ત કરી. સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી વારાણસીથી દર્શનાચાર્યની પદવી પ્રાપ્ત કરી. ‘વિદ્યા અભ્યાસ કરીને સાધુ દિક્ષા લેવી’ એ ગુરુ વચન પ્રમાણે વિદ્યા અભ્યાસ પૂર્ણ કરીને વડતાલમાં સને ૧૯૯૨માં કાર્તિકીસમૈયામાં આચાર્ય મહારાજશ્રી પાસે ભાગવતી દીક્ષા ગ્રહણ કરીને દેવવલ્લભદાસજી નામ રાખ્યું.

       પૂ. સ્વામીશ્રીએશ્રી સહજાનંદ ગુરુકુળખાંભા ને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. મંડળ ના વડીલ સંતો સાથે સત્સંગ વિચરણ કરીને સત્સંગ ની સેવામાં જોડાયા. બાબરિયાવાડના ગામડાઓમાં અધિકમાસ, શ્રાવણમાસ, ચૈત્રમાસમાં શ્રીમદ્ ભાગવત, શ્રીમદ્સત્સંગિજીવન જેવા ગ્રંથોની કથાપારાયણો કરીને સત્સંગનું પોષણ કર્યું. ખાંભાગુરુકુળ દ્વારા પ્રકાશિત માસિક પત્રિકા ‘શ્રી સ્વામિનારાયણ દર્શન’ ના તંત્રી પદે રહી ૧૧ વર્ષ સુધી અવિરત સેવા કરી. પૂ. સ્વામીશ્રીએ ૧૨ જેટલા મૂળ ગ્રંથોનું સંપાદન તેમજ પ્રકાશન કરીને સાહિત્ય ક્ષેત્રે નોંધ પાત્ર સેવા કરી છે. આધ્યાત્મિક, શૈક્ષણિક, ભાષાકીય તેમજ સ્વાસ્થ્યને લગતા ૫૪ જેટલા પુસ્તકોનું સુંદર આલેખન, સંપાદન એવં પ્રકાશન કરીને સમાજને મૂલ્યવાન ભેટ આપી છે. આપની વૈદૂષ્યપ્રતિભાથી સત્સંગ સમાજ ખુબજ લાભાન્વિત થયો છે. 

       છેલ્લા પંદર વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત “શ્રી સ્વામિનારાયણગુરુકુળ સંઘ” ના મંત્રી પદે રહી આપે નોંધ પત્ર સેવા આપી છે. “શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય એક પરિચય” અને “ગુરુકુળ દર્શન” જેવા દળદાર સોવેનિયરનું પ્રકાશન કરીને આપે ગુરુકુળ સંઘનું ગૌરવ વધાર્યું છે. જપ, ધ્યાન અને ભજન એ આધ્યાત્મ માર્ગની શોભા છે, જે આપના જીવનનું નિયમિત અંગ બની ગયું છે. ભજન, લેખન અને શિક્ષણ એ આપના રસપ્રદ વિષયો હોય માત્ર ૫૬ વર્ષની વયે આ ક્ષેત્રે વિરાટ કર્યો કરીને ભાવિ નવયુવાનો ને એક અનોખુ પ્રેરણા બળ પૂરું પડ્યું છે. આપના દ્વારા સત્સંગ તેમજ સાહિત્ય ક્ષેત્ર સત્કાર્યો રૂપ વિશેષ સેવા થતી રહે એજ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન ના પવન ચરણો માં પ્રાર્થના.



-શ્રી સહજાનંદ ગુરુકુળખાંભા પરિવાર

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.