ડેરેન હાર્ડી ખરા અર્થમાં ઓરિસન સ્વેટ માર્ડન, નેપોલિયન હિલ અને ઑગ મેન્ડિનો જેવા મહાન વ્યક્તિ- વિકાસના ગુરૂઓના ઉત્તરાધિકારી છે. તેઓ પચ્ચીસ કરતાં પણ વધારે વર્ષથી આ ક્ષેત્રે જોડાયેલા છે. વ્યવસાયીકો માટે ઉત્તમ સફળતા માટે તેમના વિચારો જીવનનું ભાથું બની રહે છે. દુનિયાભરના હજારો ઉદ્યમશીલોને માર્ગદર્શન આપી રહ્યા છે. વિશ્વની ખ્યાતનામ બ્રાન્ડેડ કંપનીઓમાં સલાહકાર પણ છે. ડેરેન હાર્ડિ અનેક કંપનીઓ અને નોન-પ્રોફિટ સંગઠનોના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સમાં પણ કાર્યરત છે. ડેરેન હાર્ડીએ વ્યક્તિગત સફળતા અને ઉપલબ્ધિના અગ્રણી વિશેષજ્ઞો અને બીજા વિખ્યાત સીઈઓ, સફળ ઉદ્યોગપતિઓ, મહાન રમતવીરો, ઓલિમ્પિક ખેલાડીઓ અને મનોરંજનની દુનિયાની પ્રસિદ્ધ હસ્તીઓ સાથે ચર્ચા-વિમર્શ કરી અદભૂત લેખન કાર્ય કર્યું છે.