આ પુસ્તકમાં માનવક્ષમતાના વિકાસ માટે આંદોલન કરી રહેલા કેટલાક અગ્રગણ્ય લેખકોમાંના એક ડૉ. જૉસેફ મર્ફીએ સપનાં સાકાર કરવાની તથા અદ્ભુત સફળતા મેળવવા માટેની ગૂઢ વાતો જણાવી છે.
આપણામાંથી દરેકમાં અદ્ભુત નૈસર્ગિક ક્ષમતા છે. જો દૃષ્ટિકોણ સાચો હોય તો સફળ થવા માટે જરૂરી તમામ ચીજ તમારી પાસે છે. તમે તમારા જાગ્રત મનને પ્રેરિત કરી શકો છો - તમારું જાગ્રત મન જ અર્ધજાગ્રત મનને શક્તિ આપનારું એન્જિન છે. આ એન્જિન જ તમને મહત્ત્વાકાંક્ષાઓ અને આકાંક્ષાઓને સાકાર કરતી કેડી પર લઈ જશે.
આ પુસ્તકમાં તમને અલગ અલગ ક્ષેત્રના દિગ્ગજો-કવિઓ, ચિત્રકારો, સંશોધકો અને વ્યવસાયીઓએ પોતાનાં સપનાં અને વિચારોને કઈ રીતે સાકાર કર્યાં તે જાણવા મળશે. તેમણે પોતાના અર્ધજાગ્રત મનનું પ્રોગ્રામિંગ કરીને સન્માનનીય તથા લાભદાયક લક્ષ્યો કેવી રીતે પ્રાપ્ત કર્યાં તેનું રહસ્ય જાણવા મળશે. તમે પણ તમારા જીવનને સમૃદ્ધ બનાવવા માટે આવી જ તકનિકનો સરળતાથી કઈ રીતે ઉપયોગ કરી શકો તે વાત અહીં સમજાવવામાં આવી છે.
ડૉ. જૉસેફ મર્ફી આંતરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત લેખક, શિક્ષક અને વક્તા હતા. તેમણે લાંબા સમય સુધી પૂર્વના દેશોના ધર્મોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. પોતાના સંશોધન માટે તે ઘણાં વર્ષો ભારતમાં પણ રહ્યા હતા. જગતના ધર્મોનો અભ્યાસ કર્યા પછી તેમને ખાતરી થઈ ગઈ કે દરેક વ્યક્તિમાં એક વિરાટ શક્તિ છે. દરેકમાં અર્ધજાગ્રત મનની અદ્ભુત શક્તિ છે, જે જીવનને નવપલ્લવિત કરી શકે છે.
તેમણે ૩૦ કરતાં પણ વધારે પ્રેરણાત્મક પુસ્તકો લખ્યાં છે. જેમાં ‘ટેલીસાઇકિક્સ’, ‘ટેક્નિક્સ ઇન પ્રેયર થેરેપી’ અને ‘સાઇકિક પરસેપ્શન’નો સમાવેશ થાય છે. તેમનું મુખ્ય પુસ્તક ‘ધ પાવર ઑફ યોર સબકોન્શિયસ માઇન્ડ’ કાળજયી બેસ્ટ-સેલર પુસ્તકોમાંનું એક છે. નવભારત સાહિત્ય મંદિરે તેની ગુજરાતી આવૃત્તિ પ્રસિદ્ધ કરી છે.
ડૉ. જૉસેફ મર્ફી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત લેખક, શિક્ષક અને વક્તા હતા. તેમણે લાંબા સમય સુધી પૂર્વના દેશોના ધર્મોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. પોતાના સંશોધન માટે તે ઘણાં વર્ષો ભારતમાં પણ રહ્યા હતા. જગતના ધર્મોનો અભ્યાસ કર્યા પછી તેમને ખાતરી થઈ ગઈ કે દરેક વ્યક્તિમાં એક વિરાટ શક્તિ છે. દરેકમાં અર્ધજાગ્રત મનની અદ્ભુત શક્તિ છે, જે જીવનને નવપલ્લવિત કરી શકે છે.
તેમણે ૩૦ કરતાં પણ વધારે પ્રેરણાત્મક પુસ્તકો લખ્યાં છે. જેમાં ટેલીસાઇકિક્સ, ટેક્નિક્સ ઇન પ્રેયર થેરેપી અને સાઇકિક પરસેપ્શનનો સમાવેશ થાય છે. તેમનું મુખ્ય પુસ્તક ‘ધ પાવર ઑફ યોર સબકોન્શિયસ માઇન્ડ’ કાળજયી બેસ્ટ સેલર પુસ્તકોમાંનું એક છે. નવભારત સાહિત્ય મંદિરે તેની ગુજરાતી આવૃત્તિ પ્રસિદ્ધ કરી છે.
અનિલ ચાવડા ગુજરાતી ભાષાના જાણીતા કવિ-લેખક છે. તેમનાં સર્જનને વિવેચકો અને વાચકો બંનેએ બે હાથે પોંખ્યું છે. ગુજરાતી કવિતાની નવી પેઢીના તેઓ અગ્રગણ્ય અને પ્રમુખ કવિ છે. કવિતા, વાર્તા, નિબંધ, નવલકથા જેવાં વિવિધ સ્વરૂપોમાં તેમની કલમનું કૌવત સુપેરે ખીલ્યું છે. ગુજરાત, ભારત અને વિશ્વના ઘણા દેશોમાં તેમણે કાવ્યપાઠ અને વક્તવ્યો દ્વારા સાહિત્યપ્રિય લોકોના હૃદયમાં આગવું સ્થાન મેળવ્યું છે. ૨૫ કરતાં પણ વધારે પુસ્તકોના અનુવાદ કર્યા છે, ઘણાં સંપાદનો કર્યાં છે અને પાંચ મૌલિક પુસ્તકો પણ આપ્યાં છે.
• સવાર લઈને (ગઝલસંગ્રહ)
• એક હતી વાર્તા (લઘુકથાઓ)
• મીનિંગફુલ જર્ની (નિબંધસંગ્રહ)
• રેન્ડિયર્સ (નવલકથા)
• ઘણું બધું (પોએમ્સ)
તેમની નવલકથા ‘રેન્ડિયર્સ’ પ્રકાશિત થતાંની સાથે જ બેસ્ટ-સેલર થઈ ચૂકી છે.
તેમને દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર, ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર, સાહિત્ય પરિષદ દ્વારા તખ્તસિંહ પરમાર પારિતોષિક, ‘ગુજરાત સમાચાર’ અને ‘સમન્વય દ્વારા’ રાવજી પટેલ પુરસ્કાર, આઈએનટી - મુંબઈ દ્વારા શયદા ઍવોર્ડ જેવા અનેક પુરસ્કારોથી પોંખવામાં આવ્યા છે. તેમનાં કાવ્યો પાઠ્યપુસ્તકોમાં વિદ્યાર્થીઓ હોંશે હોંશે ભણી રહ્યા છે.