વેક્સ કિંગ લેખક, બૌદ્ધિક પ્રશિક્ષક અને જીવનશૈલી વિષયક બાબતોમાં વિશેષજ્ઞ છે. સોશિયલ મીડિયાના પ્રભાવશાળી નવસાહસિક છે. પ્રારંભિક જીવનમાં વેક્સ કિંગે ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો. બાળપણમાં પિતાની છત્રછાયા ગુમાવી, તેના ઘણા વર્ષો બેઘર અવસ્થામાં ગુજર્યા. જીવનમાં અવારનવાર વેક્સ કિંગને જાતિગત ભેદભાવના કડવા અનુભવો થયા. ટાંચા સાધનો અને અસહ્ય ગરીબી વચ્ચે ધૈર્ય અને લગનથી તેણે જીવન જીવવાનું સ્વપ્ન સાકાર કર્યું. હાલ તે વૈશ્વિક જીવનશૈલી બ્રાન્ડ બોનવીટાના માલિક છે. જીવન માટેના સકારાત્મક વિચારો અને જીવનને આનંદમય બનાવવાની વિચારસરણી સોશિયલ મીડિયા દ્વારા દુનિયાભરના યુવાનોને આપતા રહે છે. #GoodVibeOnly (#GOV)ના અભિયાન દ્વારા લોકોમાં સકારાત્મક શક્તિનો ઉપયોગ કરી પોતાની જાતને શ્રેષ્ઠ બનાવવાનું કાર્ય નિરંતર કરી રહ્યા છે.