દીક્ષાગુરુ : આચાર્ય શ્રી પુષ્પદંત સાગરજી
· ૧૩ વર્ષની ઉંમરમાં જૈન-સંન્યાસ.
· ૨૦ વર્ષની ઉંમરમાં દિગમ્બર મુનિ દીક્ષા.
· ૩૩ વર્ષની ઉંમરમાં લાલ કિલ્લાથી રાષ્ટ્રને સંબોધન.
· ૩૫ વર્ષની ઉંમરમાં 'રાષ્ટ્રસંત'ની પદવીથી નવાજવામાં આવ્યા.
· ૩૭ વર્ષની ઉંમરમાં ગુરુ-મંત્ર દીક્ષા આપવાની નવી પરંપરાની શરૃઆત કરી.
· ૩૮ વર્ષની ઉંમરમાં 'ભારતીય સેના'ને સંબોધન તેમજ સેના દ્વારા 'ગાર્ડ ઑફ ઑનર'નું સન્માન.
· ૩૯ વર્ષની ઉંમરમાં રાજભવન (બેંગલોર)માં અતિવિશિષ્ટ લોકોને સંબોધન તેમજ શ્રવણબેલગોલા (કર્ણા.)માં આંતરરાષ્ટ્રીય ભ. બાહુબલીના મહામસ્તિકાભિષેક મહોત્સવમાં પ્રમુખ વક્તા.
· ૪૦ વર્ષની ઉંમરમાં અસ્વસ્થ થવા પર પણ (૧૮ સપ્ટેમ્બર, ૦૭ કોલ્હાપુર) મુનિ પદ પર બની રહેવાનો ઐતિહાસિક નિર્ણય.
· ૪૩ વર્ષની ઉંમરમાં RSSના મુખ્ય પથ-સંચલન (નાગપુર)માં સામેલ સ્વયંસેવકોને સંબોધન તેમજ મુખ્યમંત્રી નિવાસ (રાયપુર) પર પ્રવચન.
· ૪૪ વર્ષની ઉંમરમાં મ.પ્ર. વિધાનસભા (૨૭ જુલાઈ, ૨૦૧૦) તેમજ મ.પ્ર.ના મુખ્યમંત્રી નિવાસ (૮ ડિસેમ્બર) પર સંબોધન.
· ૪૫ વર્ષની ઉંમરમાં 'ગિનીજ વર્લ્ડ રેકૉર્ડ્સ' (૨ ઑક્ટોબર, ૨૦૧૨, અમદાવાદ) તેમજ 'લિમ્કા બુક રેકૉર્ડ્સ' (૨૮ ઓગષ્ટ, ૨૦૧૨)માં નામ દર્જ.
· ૪૬ વર્ષની ઉંમરમાં ૨૫૦૦ વર્ષના જૈન ઇતિહાસમાં પ્રથમવાર દિગમ્બર તેમજ શ્વેતાંબર મુનિઓનો સંયુક્ત ચાતુર્માસ (જયપુર ૨૦૧૩).
· ૪૭ વર્ષની ઉંમરમાં ૧૪ વર્ષ પછી દિલ્લી આગમન પર ડાયમંડ બુક્સ દ્વારા ૧૪ ભાષાઓમાં બહુચર્ચિત કૃતિ 'કડવા-પ્રવચન'નું પ્રકાશન.