માનવ જયારે આ ધરતી ઉપર જન્મ લે છે, ત્યારે તે પરમ પિતા પરમાત્માનું સંતાન હોય છે. જેમ દુનિયામાં પિતા સદૈવ પોતાનાં પુત્રનું હિત ઈચ્છતા હોય છે, તેમ પરમ પિતા પરમાત્માએ તમને જયારે આ ધરતી ઉપર મોકલ્યા છે, ત્યારે તેમણે તમારુ હિત જળવાય તેવી બધીજ વ્યવસ્થા કરી છે. તેથી જ તો તેમણે તમારા માટે હવા, પાણી, ખોરાક, ધન, વસ્ત્ર વિગેરેનાં અખૂટ ભંડારો નું સર્જન કરી રાખ્યું છે. માનવમાત્રનોં જન્મ સફળ, સુખી તથા આનંદિત રહેવા માટે થયો છે. જો તમે તમારી અંદર બદલાવ લાવશો, તો તમારી દુનિયામાં અદભુત બદલાવ આવવાનાં શરુ થઇ જશે.
આ પુસ્તકમાં સફળતા, આનંદ તથા સુખી જીવન પાછળનાં વિજ્ઞાન નેં સરળતાથી સમજાવવાનો પ્રયાસ કરેલ છે. મને પૂરો વિશ્વાસ છે, કે આ પુસ્તક આપનાં જીવનમાં સફળતા, સુખ, સમૃધ્ધિ તથા આનંદ લાવવામાં મદદરુપ થશે.
-જનાર્દન દવે
Janardan Dave is a Mind power trainer , Motivational speaker and a Poet from Gujarat, India.