યસ ! આઇડિયાની દુનિયા છે જ એવી. કાં તો એકદમ મહામૂલી. યા પછી સાવ મામૂલી. સેંકડો મુશ્કેલીઓ- ચેલેન્જીઝ સામે ઝઝૂમવાલાયક બનેલા આપણા જીવનમાં આપણને જેમ ડગલેને પગલે મુશ્કેલી વેઠ્યા જેવું લાગતું હોય ત્યારે સબૂર ! ...
થોડો પોરો ખાઈને તે 'મુશ્કેલી'ઓને બરોબર પોંખવાની તક આપશો તો તેની સાથે જ આવેલા સોલ્યુશનને (આઇડિયાને) પણ સારી રીતે પોંખી અને પોષી શકશો.
પ્રોબ્લેમ્સ, પઝલ્સ વિષમ પરિસ્થિતિઓ આપણી સામે આવે છે જ એટલા માટે કે તેને 'સોલ્વ' કરવાની તાકાત પણ આપણી અંદર જ કુદરતે આપેલી છે એવું તેને પણ ખબર છે.જરૂરી એટલું જ કે તેનો એહસાસ આપણને હોય. હર ક્ષણે ઉપજતાં 'ચમકારાં'નું અંગ્રેજી નામ એટલે આઈડિયા. જેના બીજાં અર્થો કરીએ તો સોલ્યુશન, ઉપાય, ઉકેલ કે સહુલિયત કહી શકાય.
આઈડિયા ઇકૉનૉમીના આ ઝમાનામાં ફાસ્ટ અને ફ્રિ બની રહેલાં ઈન્ટરનેટને લીધે કૉમ્યુટર દ્વારા કમાણીની અવનવી તકો દરરોજ ઉભરાતી જાય છે. આઈડિયા મેગેઝિન રચવાનું એ કારણ પણ છે કે તેમાંથી ગમતી અને મોજ કરાવે તેવી કમાણી થઇ શકે. માત્ર 'આઈડિયા' ફેલાવવો એ મારો મકસદ નથી. તેમાંથી કમાણી પણ થાય તો કોઈ વાત બને. અને એ વાત માત્ર 'વાત' બનીને ન રહે બલ્કે વાતમાંથી વાતાવરણ પેદા કરે.
આખરે એ 'વાતાવરણ' પણ કોઈક ઈશ્વરીય શક્તિ દ્વારા ઉપજાવાયેલો 'આઈડિયા' જ છે ને !
"રાજ કપૂર 'ફિલ્મો' સાથે રમ્યા છે. વિરાટ કોહલી 'ક્રિકેટ' સાથે રમે છે. મોદી સાહેબ 'રાજનીતિ' સાથે રમે છે. અને એક વ્યવસાયી આઈડિયા કૉચ રૂપે હું 'આઈડિયાઝ અને માર્કેટિંગ' સાથે રમુ છું. દરેકમાં કાંઈક તો ટેલેન્ટ હોય છે જ." :-)