એમણે શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને જ્યારે પોતાના વિચારોથી લોકોને અવગત કરાવ્યા, તો આખું વિશ્વ ચકિત થઈ ઊઠ્યું અને લાખો લોકો એમના અનુયાયી થઈ ગયા. એમણે કેટલાય વર્ષો સુધી ભારતીય તત્વજ્ઞાનની અદ્ભુત જ્યોતિ પ્રગટાવી અને વિદેશીઓના હૃદયથી ભ્રમનું અંધારું દૂર કરીને જન કલ્યાણ કર્યું અને લોપ થઇ રહેલા ધર્મ તેમજ અધ્યાત્મમાં નવપ્રાણોનો શંખનાદ કરીને વિશ્વને ભ્રમિત થવાથી બચાવી લીધું. પ્રખ્યાત કથા-શિલ્પી નરેન્દ્ર કોહલીની કલમથી નિકળેલી સ્વામી વિવેકાનંદની અનોખી જીવનગાથા છે 'પૂત અનોખો જન્મ્યો', જે દરેક માટે પઠનીય જ નહીં, સંગ્રહણીય પણ છે.