તમે ભગવાન ભજો છો, સમાજમાં સુખદુઃખમાં ભાગ પડાવો છો, કોઈને મદદરૂપ થઈ તેના દુઃખને હળવું કરો છો માટે તમને ધન્ય છે.
તમે બધા ભગવાનને ભજો છો ખુલ્લા મેદાનમાં રહીને, બહાર રહીને પણ અમે ભગવાન ભજીએ છીએ કિલ્લામાં રહીને... લડવૈયા તો બંને પણ ખુલ્લા મેદાનમાં લડનારાએ ખૂબ ધ્યાન રાખવું પડે. આમથી તીર આવે... આમથી ગોળી આવે... પાછળથી ભાલો આવે...! ક્યારે શું આવીને વાગે ? તે નક્કી ન કહેવાય.