સ્વામીના કહેવાથી બાલકૃષ્ણ મહારાજે સુરત ખાતે સ્વામી મહારાજના આશ્રમની સ્થાપના કરી હતી.
દાદર મઠની સ્થાપના પછી, વર્ષ ૧૯૧૧ માં મહારાજે વડાવલ્લી શેરી બેગમપુરા સુરત ખાતે શ્રી સ્વામી સમર્થના મઠની પણ સ્થાપના કરી હતી. તે મઠમાં શ્રી સ્વામી સમર્થની પથારી મહારાજા દ્વારા અક્કલકોટ લાવવામાં આવી હતી. મહારાજ હંમેશા શ્રી સ્વામી સમર્થની પુણ્યતિથિની પાલખી મુંબઈ લઈ જતા અને બીજા દિવસે એ જ પાલખી સુરત લઈ જવામાં આવતી.
આ મઠ, અને સદગુરુ બાલકૃષ્ણ મહારાજનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર સ્વામી મહારાજની કૃપાથી ગુજરાતીમાં આપવામાં આવ્યું છે. સુરત મઠના ગુરુજીને મઠના ફોટા પાડવાની પરવાનગી આપવા બદલ ખૂબ ખૂબ આભાર
संजीव भिडे व चैतन्य गोगटे (मुंबई )