Shreemad Bhagwat Puran Antargat Dasham Skandh

5.0
1 review
Ebook
540
Pages
Ratings and reviews aren’t verified  Learn More

About this ebook

જય શ્રી સ્વામિનારાયણ... અથ મંગલાચરણ..


આદૌ દેવકિજાન્ત્યગર્ભજનનં ગોપીગૃહે વર્ધનં

માયાપૂતનજીવતાપહનનં ગોવર્ધનોદ્ધારણમ્

કંસચ્છેદનકૌરવાદિહનનં કુન્તીસુતાપાલનં

મેતદ્ભાગવતં પુરાણકથિતં શ્રીકૃષ્ણલીલામૃતમ્ ॥


સર્વ આચાર્ય શિરોમણી ભગવાન વેદવ્યાસજી રચિત શ્રીમદ્ ભાગવત પુરાણ એ ભુક્તિ અને મુક્તિ પ્રદાન કરનારું સત્શાસ્ત્ર છે. ભગવાન શ્રીસ્વામિનારાયણે ઉદ્ધવ સંપ્રદાયમાં પ્રમાણિત કરેલ આઠ સત્શાસ્ત્રમાં શ્રીમદ્ ભાગવતને પણ પસંદ કરેલ છે. પોતાની અમૃતવાણી એવા વચનામૃત ગ્રંથમાં પણ બે - ત્રણ વખત ભાગવત પુરાણને યાદ કરી બિરદાવીને માન્ય કરેલ છે. તેમાં પણ સ્વહસ્તે લિખિત શિક્ષાપત્રીમાં આ ભાગવતજીના પંચમ સ્કંધને યોગશાસ્ત્ર અને દશમ સ્કંધને ભક્તિશાસ્ત્ર તરીકે પોતાના સંપ્રદાયમાં ગણાવેલ છે. આ સાથે આજ્ઞા પણ કરી છે કે અમારા આશ્રિતોએ શ્રીકૃષ્ણ ભગવાનનો મહિમા જાણવા નિત્ય પ્રત્યે અથવા વર્ષમાં એકવખત દશમ સ્કંધનો અવશ્ય પાઠ કરવો. આ દશમ સ્કંધએ 90 અધ્યાય સાથે શ્રીમદ્ ભાગવત પુરાણનો સૌથી મોટો સ્કંધ છે. તેના પુર્વાધમાં 49 અધ્યાય અને ઉતરાર્ધમાં 50 થી 90 અધ્યાયનો સમાવેશ થયેલ છે.


શ્રીમદ્ ભાગવત ગ્રંથરાજના મહાપૂજનમાં તેના બાર સ્કંધો એ બાર અંગો ગણાવ્યા છે. તેમાં આ દશમ સ્કંધ છે શ્રીમદ્ભાગવત પુરાણનું હૃદય છે એટલે કે દશમસ્કંધ ગ્રંથનો પ્રાણ છેે. એ પ્રાણનું પ્રાણ તત્ત્વ તરીકે આદિ પુરુષ દેવકીનંદન ભગવાન શ્રીકૃષ્ણ આ સ્કંધમાં બતાવ્યા છે, વર્ણવ્યા છે.


ભગવાન શ્રીકૃષ્ણ લોકપ્રસિદ્ધ અને લોકોત્તર અવતારી પુરુષ તરીકે લોકમાં અને શાસ્ત્રમાં ખ્યાતી ધરાવે છે. જીવના ભગરોગ મટાડવા માટે તેમની લીલાઓ સર્વ રીતે સાંભળવા, ગાવવા અને ચિંતન કરવા યોગ્ય છે, જ્યારે તેમનો ઉપદેશ સર્વ રીતે ગ્રહણ કરવા યોગ્ય અને આચરવા યોગ્ય છે. રાજા રૂપે થયેલ ભગવાનનો આ અવતાર સર્વ રીતે આદર્શરૂપ છે.


આ દશમ સ્કંધમાં તે ભગવાન શ્રીકૃષ્ણનાં દિવ્ય માનુષી સર્વ લીલા ચરિત્રો મહર્ષિ વેદવ્યાસજીએ પોતાની કૃતાર્થતા માટે અને જીવોના ઉદ્ધાર માટે વર્ણાવ્યા છે.


શ્રીમદ્ ભાગવત પુરાણનો એવો મહિમા છે કે જે કોઈ મનુષ્યો આ કથા સાંભળશે તેનું તો જરૂર સારું થાશે પણ કદાચ જીવતા ટાઈમ ન મળ્યો હોય અને મર્યા પછી તેની સ્મૃતિમાં આ કથા થાય અને તે મૃતાત્મા ત્યાં કોઈ જડચેતનમાં પ્રવેશ કરીને આ કથાનું શ્રવણ કરે તો પણ સદ્ગતિ મેળવે છે. એવી આ ગ્રંથની કથાનો અદ્ભુત મહિમા રહ્યો છે.


આ દશમ સ્કંધનું રહસ્ય શ્રીજી મહારાજે ગ.મ.39માં વચનામૃતમાં વિગતથી બતાવ્યું છે.


સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રીમદ્ ભાગવતની કથા મહિમાથી થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોતે બંધાવેલ મંદિરોમાં શ્રીહરિએ સ્વહસ્તે શ્રીકૃષ્ણ ભગવાનનાં સ્વરૂપોની પ્રતિષ્ઠા કરી છે. શ્રીજી મહારાજે પોતાના સંપ્રદાયમાં વૈષ્ણવ પરંપરાની કેટલીક રીતભાત સંપ્રદામાં ચલાવી છે. સંપ્રદાયમાં શ્રીકૃષ્ણ અવતારનું આટલું પ્રવર્તન કરવા છતાં સ્વામિનારાયણ ભગવાનનું ભગવાનપણું આશ્રિતોમાં અને જગતમાં જરા પણ ઓછું લેખાયું નથી. ઉલ્ટાનું યર્થાથરૂપમાં પ્રકાશિત થયેલું છે.


આધુનિક મીડિયાના જમાનામાં ગુરુકુલ સંસ્થા દ્વારા શ્રીહરિએ ભક્તિ શાસ્ત્ર તરીકે ગણેલ આ દશમસ્કંધનું આશ્રિતોને મોબાઈલમાં પાઠ કરવા માટે સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. જેનું શ્રીધર સ્વામી સંશોધિત શ્રીમદ્ભાગવત પુરાણમાંથી સંકલિત કરવામાં આવેલ છે. તેમાં ગુજરાતી ભાષાંતર અને પ્રુફીંગ સેવાકાર્ય નવસારી સંત પાઠશાળાના સંતોએ કરેલ છે.

Ratings and reviews

5.0
1 review

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.