સ્વામી વિવેકાનંદ કહે છે: “હૃદયને સાગર જેવું બનાવો, દુનિયાની નજીવી ચિંતાઓથી મુક્ત થાઓ; અનિષ્ટ દેખીને પણ આનંદથી ઘેલા બનો. જગતને એક ચિત્ર તરીકે જુઓ અને પછી તમે જગતની કોઈ વસ્તુથી લિપ્ત થતા નથી એમ જાણી તેનું સૌંદર્ય ભોગવો. આ દુનિયાની કીમત છે બાળકોએ કીચડના ખાબોચિયામાંથી શોધેલ કાચના મણકા જેટલી. તેની પ્રત્યે શાંત ઉપેક્ષાથી જુઓ. ઇષ્ટ અને અનિષ્ટ બંનેને સમાન ભાવે જુઓ – બંને કેવળ ‘ઈશ્વરની લીલા’ છે, તેનો આનંદ લૂંટો.” (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૫૬)