મહાભારતકારે કહ્યું છે તેમ ધર્મનું રહસ્ય અત્યંત ગૂઢ છે, પરંતુ જગતના અવતાર અને મહાન આત્માઓ પોતાના ચરિત્ર દ્વારા ધર્માચરણનો પ્રત્યક્ષ બોધ આપે છે. એવા અવતાર અને મહાન આત્માઓની કથા અત્રે રજૂ થઈ છે. સ્વામી વિવેકાનંદે ધર્મતત્ત્વને વૈજ્ઞાનિકતાની એરણ ઉપર મૂકીને રામાયણ, મહાભારત જેવા આપણા અમર ગ્રંથો તેમ જ જગતના મહાન ધર્માવતારોનો જે અભ્યાસ કર્યો છે તેની પ્રસાદીરૂપે આ પુસ્તક આપણને પ્રાપ્ત થાય છે. વિભૂતિનું સર્જન કરવું એ કાર્ય ધર્મનું છે. આવી વિભૂતિઓ યુગે યુગે જગતને ધર્મમય જીવનની પ્રેરણા આપતી રહે છે, એટલે એમના ચરિત્રનો અભ્યાસ કરવો અનિવાર્ય છે.
સ્વામી વિવેકાનંદ