Varta Sangrah: Swaminarayan Book

4.4
9 reviews
eBook
133
Pages
Ratings and reviews aren’t verified  Learn more

About this eBook

“પોતાના સંપ્રદાયની રીતનું જે શાસ્ત્ર હોય તેજ પાછલે દહાડે પોતાના સંપ્રદાયને પુષ્ટ કરે છે.” ઇષ્ટદેવ શ્રીહરિના આ હૃદગત અભિપ્રાયને નજર સમક્ષ રાખી મોટા સંતોએ શ્રીજીનાં લીલા ચરિત્રો આજ્ઞા -ઉપાસના તેમજ ઉપદેશ ને મહિમાનું નિરુપણ કરીને પદ્ય તેમજ ગદ્ય સાહિત્યનું વિપુલ સર્જન કર્યું છે. જે આજે સંપ્રદાયને પોષણ ને પ્રેરણા આપી રહેલ છે.


શ્રીજી મહારાજ ને મોટા સંતોએ સતત કથાવાર્તાના અખાડા ચલાવીને અનેકને બ્રહ્મરુપ કરી દીધા હતા. ખરેખર સાચા સંતના જોગથી અને એમની કથાવાર્તા સાંભળવાથી મુમુક્ષુનાં વર્તનમાં જરૂર પરિવર્તન આવે છે.


સંપ્રદાયમાં પહેલેથી જ એવી રીતિ છે કે સત્સંગ સભાઓમાં વચનામૃત, સત્સંગિજીવન, ભક્તચિંતામણિ, શિક્ષાપત્રી ભાષ્ય આદિ ગ્રંથોની કથા વંચાયા પછી મોટા સંતોએ કથાને અનુલક્ષીને સાદી અને સરળ ભાષામાં કથાનું રહસ્ય સમજાવે. શ્રીજી સમકાલિન એ સંતો પ્રસંગોપાત જૂની જૂની રહસ્યભરી વાર્તા કહેતા ને મુમુક્ષુજનો એને લખી લેતા.


આવી નોંધોમાંથી ઘણીય વાતોના સંગ્રહો બહાર પડયા છે. જેમકે “સ. ગોપાળાનંદ સ્વામીની વાતો” “સ. ગુણાતીતાનંદ સ્વામીની વાતો” “સ. ભાયાત્માનંદ સ્વામીની વાતો’’ “સ. અદ્દભુતાનંદ સ્વામીની વાતો’’ આ સિવાય “સ. પ્રસાદાનંદ સ્વામીની વાતો’’ જેવા કેટલાક સંગ્રહો તો હજુ છપાયા વિના પડયા હશે. નંદસંતો પછી પણ સ. બાલમુકુંદદાસજી સ્વામી તથા સ. નિર્ગુણદાસજી સ્વામીની વાતો પણ પ્રસિદ્ધ થયેલ છે.


આ વાર્તા સંગ્રહ નામના નાનકડા પુસ્તકમાં સદ્. વિધાત્રાનંદ સ્વામી, ધ. ધુ. આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ તથા સ. શુકાનંદ સ્વામીની આ રીતે સંગ્રહાએલી કેટલીક મળી આવેલ વાતને પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.


સ. વિધાત્રાનંદ સ્વામીએ પોતાની વાતોમાં ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુને અપૂર્વ મહિમા ને અમોઘ ઐશ્વર્ય હલકતે હૈયે વર્ણવેલ છે. ભગવાનનું સાંગોપાંગ માહાત્મ્ય સમજવા માટે આ પુરુષોત્તમ નિરુપણુનું ફરી ફરી પરિશીલન કરવું મુમુક્ષુને માટે જરૂરી છે. સ. ગુણાતીતાનંદ સ્વામી પણ આ પત્રીને વાંચતા તેમજ વંચાવતા. એમની કેટલીય વાર્તામાં આ પત્રીનું પ્રતિબિંબ પડતું દેખાય છે.


શ્રીહરિના કૃપાપાત્ર ધ. ધુ. આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ પણ સારા એવા વક્તા હતા. સરસ દષ્ટાંતો દ્વારા સિદ્ધાંત સમજાવવાની એમની પદ્ધતિ પ્રશંસનીય હતી. એમની વાતોમાં સત્સંગની મર્યાદા, મંદિરોનું મમત્વ, સંત મહિમા, આજ્ઞાપાલન, સ્વભાવ ટાળવા તેમજ ધર્મ–ભક્તિ અને જ્ઞાન વૈરાગ્યના પોષણના ઉત્તમ અંશો જોવા મળે છે. એમની પ્રેરણાદાયી વાતોને ઝાઝો સંગ્રહ ઉપલબ્ધ નથી પણ જે કાંઈ થોડીઘણી સંગ્રહવામાં આવેલી છે તે આ પુસ્તકમાં છાપવામાં આવી છે.


અંતમાં સ. શુકાનંદ સ્વામીની વાતો છાપવામાં આવી છે. સતત શ્રીહરિના સાનિધ્યમાં રહી જેણે મહાપ્રભુનો હૃદગત અભિપ્રાય પીછાન્યો હતો તેમજ વચનામૃત જેવા ગ્રંથનું સુંદર સંપાદન કરેલું ને બીજા નવેક ગ્રંથોની રચના કરેલી છે એવા વિદ્વતવર્ય સદ્દગુરુ શુકાનંદ સ્વામીએ પણ પ્રસંગોપાત સુંદર વાતો કરેલી છે. એમની વાતોમાં તેમજ સંતોને હરિભકતોએ એમને પૂછેલા પ્રશ્નોના ઉત્તરમાં એમનું વચનામૃતનું ઊંડું જ્ઞાન જણાય આવે છે. કમભાગ્યે એમની વાતને ઝાઝો સંગ્રહ ઉપલબ્ધ નથી જે કાંઈ મળી આવેલ છે તે અહીં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.


આ સિવાય કવીશ્વર દલપતરામકૃત ચાર પ્રકારની પ્રાર્થના તથા ભગવદ્ ભક્તનાં ઉત્તમ લક્ષણ દર્શાવતો ભક્તરાજ શ્રી ઝીણાભાઈનો ખરડો પણ આમાં સમાવવામાં આવ્યો છે.


સંપ્રદાયના સાહિત્યનો વિપુલ પ્રમાણમાં પ્રચાર ને પ્રસાર થાય એવા સદવિદ્યા સદ્ધર્મરક્ષક પૂજ્યપાદ સદગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજના શુભ હેતુથી આ વાર્તા સંગ્રહ પુસ્તકને જૂની હસ્તલિખિત પ્રત ઉપરથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ પ્રકાશન વિભાગ તરફથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુમુક્ષુજનને પ્રેરણાદાયી તેમજ ઉપયોગી બની રહેશે.


Ratings and reviews

4.4
9 reviews

Rate this eBook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Centre instructions to transfer the files to supported eReaders.