સ્વિચ અથવા ફ્રન્ટ કૅમેરાનો ઉપયોગ કરીને તમારા ફોન અથવા ટૅબ્લેટને નિયંત્રિત કરો. તમે આઇટમ પસંદ કરવા, સ્ક્રોલ કરવા, ટેક્સ્ટ દાખલ કરવા અને બીજું ઘણું બધું કરવા માટે સ્વિચનો ઉપયોગ કરી શકો છો.
Switch Access તમને ટચસ્ક્રીનના બદલે એક કે તેથી વધુ સ્વિચનો ઉપયોગ કરીને તમારા Android ડિવાઇસ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવામાં સહાય કરે છે. જો તમે સીધી તમારા ડિવાઇસ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી ન શકતા હો, તો Switch Access સહાયરૂપ બની શકે છે.
શરૂ કરવા માટે:
1. તમારા ડિવાઇસની Settings ઍપ ખોલો.
2. ઍક્સેસિબિલિટી > Switch Access પર ટૅપ કરો.
સ્વિચનું સેટઅપ કરો
Switch Access તમારી સ્ક્રીન પરની આઇટમને સ્કૅન કરે છે અને જ્યાં સુધી તમે પસંદગી ન કરો ત્યાં સુધી દરેક આઇટમને હાઇલાઇટ કરે છે. તમે અહીં આપેલી થોડા પ્રકારની સ્વિચમાંથી પસંદ કરી શકો છો:
વાસ્તવિક સ્વિચ
• USB અથવા બ્લૂટૂથ સ્વિચ, જેમ કે બટન અથવા કીબોર્ડ
• ડિવાઇસ પરની સ્વિચ, જેમ કે વૉલ્યૂમ બટન
કૅમેરાની સ્વિચ
• તમારું મોઢું ખોલો, સ્મિત કરો અથવા તમારી આંખની ભમરો ઊંચી કરો
• ડાબે, જમણે અથવા ઉપર જુઓ
તમારું ડિવાઇસ સ્કૅન કરો
સ્વિચનું સેટઅપ કર્યા પછી, તમે સ્ક્રીન પરની વસ્તુઓ સ્કૅન કરી શકો છો અને તેની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકો છો.
• લિનિઅર સ્કૅનિંગ: એક સમયે માત્ર એક જ આઇટમ પરથી બીજી આઇટમ પર જાઓ.
• પંક્તિ-કૉલમ સ્કૅનિંગ: એક સમયે એક જ પંક્તિ સ્કૅન કરો. પંક્તિ પસંદ કર્યા પછી, તે સૂચિમાંની એક આઇટમ પરથી બીજી આઇટમ પર જાઓ.
• પૉઇન્ટ સ્કૅનિંગ: વિશિષ્ટ આડું અને ઊભું લોકેશન પસંદ કરવા માટે, ખસેડાઈ રહેલી લાઇનનો ઉપયોગ કરો, પછી "પસંદ કરો" દબાવો.
• ગ્રૂપની પસંદગી: વિવિધ રંગના ગ્રૂપ માટે સ્વિચ ફાળવો. સ્ક્રીન પરની તમામ આઇટમ માટે કોઈ રંગ ફાળવવામાં આવશે. તમને જોઈતી આઇટમની આસપાસના રંગથી સંબંધિત સ્વિચને દબાવો. જ્યાં સુધી તમે તમારી પસંદગી પર ન પહોંચો, ત્યાં સુધી ગ્રૂપનું કદ ઓછું કરો.
મેનૂનો ઉપયોગ કરો
કોઈ એલિમેન્ટ પસંદ કરવામાં આવે, ત્યારે તમને પસંદ કરો, સ્ક્રોલ કરો, કૉપિ કરો, પેસ્ટ કરો અને તેના જેવી બીજી ઘણી ઉપલબ્ધ ક્રિયાપ્રતિક્રિયાઓ ધરાવતું મેનૂ જોવા મળશે.
તમારા ડિવાઇસ પર નૅવિગેટ કરવામાં સહાય કરવા માટે સ્ક્રીનમાં સૌથી ઉપર પણ મેનૂ હશે. ઉદાહરણ તરીકે, તમે નોટિફિકેશન ખોલી શકો છો, હોમ સ્ક્રીન પર જઈ શકો છો, વૉલ્યૂમમાં ફેરફાર કરી શકો છો અને બીજું ઘણું કરી શકો છો.
કૅમેરાની સ્વિચ વડે નૅવિગેટ કરો
ચહેરાના હાવભાવથી તમારા ફોન પર નૅવિગેટ કરવા માટે, તમે કૅમેરાની સ્વિચનો ઉપયોગ કરી શકો છો. તમારા ફોનના ફ્રન્ટ કૅમેરાનો ઉપયોગ કરીને તમારા ફોન પરની ઍપ બ્રાઉઝ અથવા પસંદ કરો.
દરેક સંકેત તમારી જરૂરિયાતો બહેતર રીતે પૂરી કરે તે માટે, તમે તેની સંવેદિતા અને અવધિને કસ્ટમાઇઝ પણ કરી શકો છો.
શૉર્ટકટ રેકોર્ડ કરો
સ્વિચ માટે ફાળવી શકાય અથવા મેનૂમાંથી શરૂ કરી શકાય તેવા ટચના સંકેતોને તમે રેકોર્ડ કરી શકો છો. ટચના સંકેતોમાં પિન્ચ કરવું, નાનું-મોટું કરવું, સ્ક્રોલ કરવું, સ્વાઇપ કરવું, બે વાર ટૅપ કરવું અને બીજી ઘણી ક્રિયાઓનો સમાવેશ થઈ શકે છે. પછી તમે વારંવાર થતી અથવા જટિલ ક્રિયાઓને એક જ સ્વિચથી શરૂ કરી શકો છો, ઉદાહરણ તરીકે, ઇ-પુસ્તકના બે પેજ ફેરવવા માટે ડાબી બાજુએ બે વાર સ્વાઇપ કરવાનો સંકેત રેકોર્ડ કરવો.
પરવાનગીઓની સૂચના
• ઍક્સેસિબિલિટી માટેની સેવા: આ ઍપ ઍક્સેસિબિલિટી માટેની સેવા હોવાને કારણે, તે તમારી ક્રિયાઓનું નિરીક્ષણ કરી શકે છે, વિન્ડોનું કન્ટેન્ટ ફરી મેળવી શકે છે અને તમે ટાઇપ કરો તે ટેક્સ્ટનું નિરીક્ષણ કરી શકે છે.
આ રોજ અપડેટ કર્યું
21 ઑગસ્ટ, 2024