જીવન એક રંગભૂમિ છે. મંદિરમાં જઈએ ત્યારે પ્રસાદીમાં ક્યારેક લાડવા મળે તો ક્યારેક કારેલાનું શાક પણ મળે. સંપ્રદાયમાં એવી પ્રણાલી છે કે ચૈત્ર મહિનો આવે ત્યારે ઠાકોરજીને લીમડાનાં કરમરિયાં-ફૂલડાંનો મેવો ત્રણ દિવસ કે પાંચ દિવસ ધરાવાય. તો આ કરમરિયાં અને મીઠાનો પ્રસાદ સંતો વહેંચે ત્યારે આપણે પ્રસાદ લેવા હાથ લંબાવીએ...