BHAGWAT POOJA VIDHI (ભગવાદ્ પૂજાવિધિ )

· DEVVALLABH SWAMI +91 7284962128
4.7
9 reviews
Ebook
98
Pages
Ratings and reviews aren’t verified  Learn More

About this ebook

ભગવાનની વિધિસર પૂજા કરવાથી સર્વપ્રકારના દુઃખો દૂર થાય છે. અને સુખ, સંપત્તિ મળે છે. ભગવદ્પૂજન જાતે કરવાથી પુરેપુરુ ફળ મળે છે. અને ભગવાન રાજી થાય છે. ભગવાન ભાવના ભૂખ્યા છે.

       સામાન્યરીતે વાંચતા લખતા આવડતુ હોય તેવી વ્યક્તિ પણ પોતાની રીતે વિધિસર ભગવદ્ પૂજન કરી શકે તે માટે અત્રે સરળ અને સંક્ષિપ્ત પૂજન વિધિ આપ્યો છે.

       ક્યાંય ક્ષતિ હોય તો અમારુ ધ્યાન દોરજો એટલે તેમાં સુધારો કરી શકાય.

લેખન પ્રકાશનમાં મદદરુપ થનાર શ્રી બોડા પરિવાર તથા પૂજા કરનાર, કરાવનાર સૌ કોઇનુ ભગવાન રૂડુ કરે એ જ શ્રીચરણોમાં અભ્યર્થના...

 

લી. શાસ્ત્રી દેવવલ્લભદાસના જય સ્વામિનારાયણ


Ratings and reviews

4.7
9 reviews
XI B 24 SAMRUDDHI SACHIN WANI
August 8, 2020
very good book
1 person found this review helpful
Did you find this helpful?
Raman bhai Prajapati
August 17, 2020
👍
1 person found this review helpful
Did you find this helpful?

About the author

જય શ્રી સ્વામિનારાયણ

      સોરઠ ની ધીંગીધરા સતી, શૂરા અને સંતની ખાણ છે. સદ્. શ્રી ગુણાતીતાનંદ સ્વામીની શિષ્ય પરંપરા માં સદ્. શ્રી બાલમુકુન્દદાસજી સ્વામી, સદ્. શ્રી નારાયણદાસજી સ્વામી, સદ્. શ્રી માધવદાસજી  સ્વામી અને તેમના શિષ્ય સદ્. શ્રી ધર્મપ્રસાદદાસજી સ્વામી ના અનન્ય સેવક એટલે વિદ્વત્વર્ય શાસ્ત્રી શ્રી દેવવલ્લભદાસજી સ્વામી – ગુરુકુળ ખાંભા. પૂજ્ય સ્વામીશ્રી નો જન્મ તા.૧-૬-૧૯૬૨ ના સૌરાષ્ટ્રના મોટા આંકડીયા ગામે થયો હતો. બાળપણથી જ સત્સંગ નો વારસો સ્વામીશ્રી ને મળ્યો હતો. પૂજ્ય સ્વામીશ્રી એ ગુજરાત યુનિવર્સીટીથી બી.એ. અંગ્રેજી માધ્યમ થી કર્યું હતું. ત્યારબાદ એમ.એ. ફિલોસોફી થી કર્યું. ત્યારબાદ પુનઃ એમ.એ. સંસ્કૃત માધ્યમ થી કર્યું. તેમજ બી.એડ. પણ સંસ્કૃત થી કર્યું. “ભારતીય ઈશ્વરવાદ” વિષય પર મહાનિબંધ લખીને વર્ષ ૧૯૯૧ માં ગુજરાત યુનિવર્સિટી થી પી.એચ.ડી. કરીને સ્વામિનારાયણ સંપ્રદાય નું ગૌરવ વધાર્યું. સાથો સાથ ભારતીય વિદ્યાભવન મુંબઈ થી રામાનુજ વેદાંતાચાર્યની પદવી પ્રાપ્ત કરી. સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી વારાણસીથી દર્શનાચાર્યની પદવી પ્રાપ્ત કરી. ‘વિદ્યા અભ્યાસ કરીને સાધુ દિક્ષા લેવી’ એ ગુરુ વચન પ્રમાણે વિદ્યા અભ્યાસ પૂર્ણ કરીને વડતાલમાં સને ૧૯૯૨માં કાર્તિકી સમૈયામાં આચાર્ય મહારાજશ્રી પાસે ભાગવતી દીક્ષા ગ્રહણ કરીને દેવવલ્લભદાસજી નામ રાખ્યું.

       પૂ. સ્વામીશ્રીએ શ્રી સહજાનંદ ગુરુકુળ ખાંભા ને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. મંડળ ના વડીલ સંતો સાથે સત્સંગ વિચરણ કરીને સત્સંગ ની સેવામાં જોડાયા. બાબરિયાવાડના ગામડાઓમાં અધિકમાસ, શ્રાવણમાસ, ચૈત્રમાસમાં શ્રીમદ્ ભાગવત, શ્રીમદ્ સત્સંગિજીવન જેવા ગ્રંથોની કથા પારાયણો કરીને સત્સંગનું પોષણ કર્યું. ખાંભા ગુરુકુળ દ્વારા પ્રકાશિત માસિક પત્રિકા ‘શ્રી સ્વામિનારાયણ દર્શન’ ના તંત્રી પદે રહી ૧૧ વર્ષ સુધી અવિરત સેવા કરી. પૂ. સ્વામીશ્રીએ ૧૨ જેટલા મૂળ ગ્રંથોનું સંપાદન તેમજ પ્રકાશન કરીને સાહિત્ય ક્ષેત્રે નોંધ પાત્ર સેવા કરી છે. આધ્યાત્મિક, શૈક્ષણિક, ભાષાકીય તેમજ સ્વાસ્થ્યને લગતા ૩૮ જેટલા પુસ્તકોનું સુંદર આલેખન, સંપાદન એવં પ્રકાશન કરીને સમાજને મૂલ્યવાન ભેટ આપી છે. આપની વૈદૂષ્ય પ્રતિભાથી સત્સંગ સમાજ ખુબજ લાભાન્વિત થયો છે. 

       છેલ્લા પંદર વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત “શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંઘ” ના મંત્રી પદે રહી આપે નોંધ પત્ર સેવા આપી છે. “શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય એક પરિચય” અને “ગુરુકુળ દર્શન” જેવા દળદાર સોવેનિયરનું પ્રકાશન કરીને આપે ગુરુકુળ સંઘનું ગૌરવ વધાર્યું છે. જપ, ધ્યાન અને ભજન એ આધ્યાત્મ માર્ગની શોભા છે, જે આપના જીવનનું નિયમિત અંગ બની ગયું છે. ભજન, લેખન અને શિક્ષણ એ આપના રસપ્રદ વિષયો હોય માત્ર ૫૬ વર્ષની વયે આ ક્ષેત્રે વિરાટ કર્યો કરીને ભાવિ નવયુવાનો ને એક અનોખુ પ્રેરણા બળ પૂરું પડ્યું છે. આપના દ્વારા સત્સંગ તેમજ સાહિત્ય ક્ષેત્ર સત્કાર્યો રૂપ વિશેષ સેવા થતી રહે એ જ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન ના પવન ચરણો માં પ્રાર્થના.

- શ્રી સહજાનંદ ગુરુકુળ ખાંભા પરિવાર 


Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.