COMPUTER PARICHAY PART 1 AND 2 (કમ્પ્યુટર પરિચય ભાગ ૧ અને ૨)

· DEVVALLABH SWAMI +91 7284962128
4.6
43 reviews
Ebook
49
Pages
Ratings and reviews aren’t verified  Learn More

About this ebook

વિદ્યાર્થીમિત્રો,

       આજે કમ્પ્યુટરનો યુગ છે. વિજ્ઞાન અને ટેકનોલોજીએ આપણા જીવનના દરેક ક્ષેત્રમાં પગ પેસારો કર્યો છે.

       એક સમય એવો હતો કે જેને વાંચતા લખતા ન આવડતુ હોય તેવી વ્યકિત અભણ ગણાતી. હવે સમય એવો આવતો જાય છે કે જેને કમ્પ્યુટર ન આવડતુ હોય તે અભણ ગણાશે.

       ઇન્ટરનેટની શોધ થતા કમ્પ્યુટર દ્વારા જ હવે મોટાભાગના સંદેશાઓની આપલે થવા માંડી છે. એટલુ જ નહીં, ચર્ચા સભાઓ - કોન્ફરન્સો પણ ઓનલાઇન કમ્પ્યુટર દ્વારા યોજાવા માંડી છે. આવા સમયે દરેક વ્યકિતએ કમ્પ્યુટરનુ સામાન્યજ્ઞાન મેળવવું ખૂબ જરુરી થઇ ગયુ છે.

       પત્રવ્યવહાર, દસ્તાવેજી કાર્ય, હિસાબીકામ, ફોટોગ્રાફી, ડીઝાઇનીંગ, પુસ્તક પ્રકાશનો, ડી.ટી.પી. જોબવર્ક, શિક્ષણ, ચલચિત્રો, સ્લાઇડો, મકાન બાંધકામના નકશાઓ, પ્લાન એસ્ટીમેન્ટ,મલ્ટીમીડીયા વગેરે અનેક વિધ પ્રકારના કામો કમ્પ્યુટર દ્વારા થાય છે. તે માટે જુદા જુદા પ્રોગ્રામ્સ આવે છે.

       નિર્ધારિત પ્રોગ્રામ્સ દ્વારા કમ્પ્યુટર માણસ કરતા ખૂબ જ ઝડપથી અને ચોક્કસાઇપૂર્વક અનેક પ્રકારના કાર્યો કરી શકે છે. તેથી કમ્પ્યુટર એ આપણા જીવનનો એક અનિવાર્ય હિસ્સો બની ગયુ છે. તેથી તેનુ સામાન્યજ્ઞાન મેળવ્યા વિના હવે ચાલે તેમ નથી.

       કમ્પ્યુટર શીખવું ખૂબ સહેલુ છે. સામાન્યરીતે સારુ અંગ્રેજી આવડે એ જ કમ્પ્યટર શીખી શકે એવું નથી. કમ્પ્યુટર શીખવા માટે અંગ્રેજીનુ સામાન્યજ્ઞાન જરુરી છે. પરંતુ તેના વિના પણ અનુભવ અને મહાવરાથી કમ્પ્યુટર શીખી શકાય છે. અને જરુરીયાત પુરતુ કામ કમ્પ્યુટર દ્વારા કરી શકાય છે.

       અત્રે, જીવનમાં ડગલે ને પગલે ઉપયોગી થાય તેવું કમ્પ્યુટરને લગતુ સામાન્ય જ્ઞાન પીરસવાનો વિનમ્ર પ્રયાસ કર્યો છે. કમ્પ્યુટર અંગેની સામાન્ય જાણકારી ખૂબ જ ટૂંકમાં બાળકો તથા કમ્પ્યુટરથી સાવ અજાણ વ્યકિતને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત કરી છે. ક્યાંય ક્ષતિ લાગે તો ક્ષમ્ય ગણશો.

       આપ જીવનમાં ખૂબ આગળ વધો અને માતાપિતા,સંતો,વડીલો, ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રની ખૂબ સેવા કરો તેવી શુભ કામના સહ....



લી. શાસ્ત્રી દેવવલ્લભદાસના જય સ્વામિનારાયણ


Ratings and reviews

4.6
43 reviews
RUSHABH SHAH
November 23, 2022
too much interesting and words of this book are liked by me.
Did you find this helpful?
Guru Gulab Khatri
December 29, 2022
that's good
Did you find this helpful?
Hemudan Gadhvi
January 11, 2024
Nice app
Did you find this helpful?

About the author

જય શ્રી સ્વામિનારાયણ

      સોરઠ ની ધીંગીધરા સતી, શૂરા અને સંતની ખાણ છે. સદ્. શ્રી ગુણાતીતાનંદસ્વામીની શિષ્ય પરંપરા માં સદ્. શ્રી બાલમુકુન્દદાસજીસ્વામી,સદ્. શ્રી નારાયણદાસજીસ્વામી,સદ્. શ્રી માધવદાસજી સ્વામી અને તેમના શિષ્ય સદ્. શ્રી ધર્મપ્રસાદદાસજી સ્વામી ના અનન્ય સેવક એટલે વિદ્વત્વર્ય શાસ્ત્રી શ્રી દેવવલ્લભદાસજી સ્વામી – ગુરુકુળખાંભા. પૂજ્ય સ્વામીશ્રી નો જન્મ તા.૧-૬-૧૯૬૨ ના સૌરાષ્ટ્રના મોટા આંકડીયા ગામે થયો હતો. બાળપણથી જ સત્સંગ નો વારસો સ્વામીશ્રી ને મળ્યો હતો. પૂજ્ય સ્વામીશ્રીએગુજરાત યુનિવર્સીટીથીબી.એ. અંગ્રેજી માધ્યમ થી કર્યું હતું. ત્યારબાદ એમ.એ. ફિલોસોફી થી કર્યું. ત્યારબાદ પુનઃ એમ.એ. સંસ્કૃત માધ્યમ થી કર્યું. તેમજ બી.એડ. પણ સંસ્કૃત થી કર્યું. “ભારતીય ઈશ્વરવાદ” વિષય પર મહાનિબંધ લખીને વર્ષ ૧૯૯૧ માં ગુજરાત યુનિવર્સિટી થી પી.એચ.ડી. કરીને સ્વામિનારાયણ સંપ્રદાય નું ગૌરવ વધાર્યું. સાથો સાથ ભારતીય વિદ્યાભવન મુંબઈ થી રામાનુજવેદાંતાચાર્યની પદવી પ્રાપ્ત કરી. સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી વારાણસીથી દર્શનાચાર્યની પદવી પ્રાપ્ત કરી. ‘વિદ્યા અભ્યાસ કરીને સાધુ દિક્ષા લેવી’ એ ગુરુ વચન પ્રમાણે વિદ્યા અભ્યાસ પૂર્ણ કરીને વડતાલમાં સને ૧૯૯૨માં કાર્તિકીસમૈયામાં આચાર્ય મહારાજશ્રી પાસે ભાગવતી દીક્ષા ગ્રહણ કરીને દેવવલ્લભદાસજી નામ રાખ્યું.

       પૂ. સ્વામીશ્રીએશ્રી સહજાનંદ ગુરુકુળખાંભા ને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. મંડળ ના વડીલ સંતો સાથે સત્સંગ વિચરણ કરીને સત્સંગ ની સેવામાં જોડાયા. બાબરિયાવાડના ગામડાઓમાં અધિકમાસ, શ્રાવણમાસ, ચૈત્રમાસમાં શ્રીમદ્ ભાગવત, શ્રીમદ્સત્સંગિજીવન જેવા ગ્રંથોની કથાપારાયણો કરીને સત્સંગનું પોષણ કર્યું. ખાંભાગુરુકુળ દ્વારા પ્રકાશિત માસિક પત્રિકા ‘શ્રી સ્વામિનારાયણ દર્શન’ ના તંત્રી પદે રહી ૧૧ વર્ષ સુધી અવિરત સેવા કરી. પૂ. સ્વામીશ્રીએ ૧૨ જેટલા મૂળ ગ્રંથોનું સંપાદન તેમજ પ્રકાશન કરીને સાહિત્ય ક્ષેત્રે નોંધ પાત્ર સેવા કરી છે. આધ્યાત્મિક, શૈક્ષણિક, ભાષાકીય તેમજ સ્વાસ્થ્યને લગતા ૫૪ જેટલા પુસ્તકોનું સુંદર આલેખન, સંપાદન એવં પ્રકાશન કરીને સમાજને મૂલ્યવાન ભેટ આપી છે. આપની વૈદૂષ્યપ્રતિભાથી સત્સંગ સમાજ ખુબજ લાભાન્વિત થયો છે. 

       છેલ્લા પંદર વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત “શ્રી સ્વામિનારાયણગુરુકુળ સંઘ” ના મંત્રી પદે રહી આપે નોંધ પત્ર સેવા આપી છે. “શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય એક પરિચય” અને “ગુરુકુળ દર્શન” જેવા દળદાર સોવેનિયરનું પ્રકાશન કરીને આપે ગુરુકુળ સંઘનું ગૌરવ વધાર્યું છે. જપ, ધ્યાન અને ભજન એ આધ્યાત્મ માર્ગની શોભા છે, જે આપના જીવનનું નિયમિત અંગ બની ગયું છે. ભજન, લેખન અને શિક્ષણ એ આપના રસપ્રદ વિષયો હોય માત્ર ૫૬ વર્ષની વયે આ ક્ષેત્રે વિરાટ કર્યો કરીને ભાવિ નવયુવાનો ને એક અનોખુ પ્રેરણા બળ પૂરું પડ્યું છે. આપના દ્વારા સત્સંગ તેમજ સાહિત્ય ક્ષેત્ર સત્કાર્યો રૂપ વિશેષ સેવા થતી રહે એજ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન ના પવન ચરણો માં પ્રાર્થના.



-શ્રી સહજાનંદ ગુરુકુળખાંભા પરિવાર 


Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.