“જિંદગી” બદલાઈ જશે !!!
હાં, તમે એકદમ સાચું વાંચ્યું છે. ઈતિહાસ સાક્ષી છે કે, ઘણાં બધા પુસ્તકોએ દુનિયાનાં ઘણાં બધા લોકોની જિંદગી બદલી છે. આ પુસ્તક પણ એક આવું જ એટલે કે, લાઈફ ચેન્જર પુસ્તક છે. આ પુસ્તકમાં બતાવવામાં આવેલા વાસ્તવિક, પ્રેક્ટિકલ અને શક્તિશાળી સોલ્યુશન, ટેક્નિક, આઈડિયા અને ગાઈડન્સની મદદથી તમે ખૂબ જ ટૂંક સમયમાં ઘણી મોટી સફળતા પણ મેળવી શકશો
* આ પુસ્તક તેવા લોકો માટે છે કે જેઓ ટૂંક સમયમાં સફળતા મેળવવા માંગતા હતા પરંતુ, તેઓ સફળતાનાં સાચા રસ્તા પરથી ભટકી ગયા છે અથવા તો તેમને જાણ્યે-અજાણ્યે કોઈના દ્વારા ભટકાવવામાં આવ્યા છે અને અત્યારે સફળતા મેળવવા માટેનો માર્ગ શોધી રહયા છે.
* આ પુસ્તક તેવા લોકો માટે છે કે જેમની અંદર યોગ્ય લાયકાત હોવા છતાં તેમને અભ્યાસ, નોકરી કે ધંધા, વેપારમાં વારંવાર નિષ્ફળતાનો સામનો કરવો પડે છે અથવા તો જેમને ધાર્યા પ્રમાણે સફળતા નથી મળતી અથવા તો ધાર્યા પ્રમાણે પ્રગતિ નથી થતી.
* આ પુસ્તક તેવા લોકો માટે છે કે જેઓ ખૂબ જ ટૂંક સમયમાં ખૂબ જ સારી સફળતા મેળવવા માંગતા હતા પરંતુ, ભૂલથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સફળતાનો શોર્ટ કટ અપનાવીને પાયમાલ થઈ ગયા છે. તેવા લોકો માટે આ પુસ્તક એક સંજીવની જડીબુટ્ટી સાબિત થશે કારણ કે, તેવા લોકો આ પુસ્તકના વાંચનથી એ સ્પષ્ટપણે જાણી શકાશે કે, સફળતાનો ફાસ્ટલેન અને સફળતાનો શોર્ટ કટ બંને અલગ-અલગ વસ્તુ છે.
એમ. પટેલ કે જેઓ લોકોની મદદ માટે લખેલા સેલ્ફ- હેલ્પ અને મોટિવેશનલ પુસ્તકો માટે જાણીતા છે ઘણાં બધા લોકો તેમના પુસ્તકો વાંચીને પોતાને અને પોતાનાં પરિવારને વધુ સફળ, વધુ સુખી, વધુ પ્રગતિશીલ, વધુ સમૃધ્ધ, વધુ તંદુરસ્ત અને વધુ શાંતિપૂર્ણ જીવન આપવામાં સફળ થયા છે.